(Frack Bettger)
Description
આ પુસ્ર્તકમાં પોતાના અંગત અનુભવો દ્રારા બેટગર એ સિદ્ધાંતો સમજાવે છે જે તેમણે તૈયાર કર્યા અને તેમને યોગ્ય સ્ર્વરૂપ આપ્યું.માહિતીપ્રદ ધટનાઓ જ નહીં, પણ એ
...
ક પછી એક સોપાનો પણ તેઓ દર્શાવે છે જેમાં તમે તમારી આગવી શૈલી, ઉત્સાહ અને વિજયી બનવાની અપેક્ષાનો વિકાસ સાધી શકો છો.તમારા વેચાણકાર્યમાં ચીજ ગમે તે હોય, આ સિદ્ધાંતો તમને વધુને વધુ કાર્યકુશળ બનાવશે, લાભ અપાવશે. વળી તમારી કંપનીમાં પણ તમારું મૂલ્ય વધી જશે,ખાસ કરીને જો તમે બેટગરની સલાહો આ વિષયમાં વાપરતા થશો તો; -- ઉત્સાહની શક્તિ. -- ડરમાંથી મુક્ત કઈ રીતે થવું. -- દ્વિધામાં રહેલા ગ્રાહકને ઉત્સાહી ખરીદદારમાં બદલવા માટેનો ચાવીરૂપ સંવાદ. -- વિશ્વાસ જીતવાની ઝડપી પદ્દતિ. ---- સોદો પતાવવાનાં સાત સોનેરી અને અકસીર સૂત્રો. આ પુસ્ર્તક એવા દરેક લોકો માટે છે જે વેચાણ કાર્યમાં જોડાયેલાં હોય, તમે ટાંકણીથી લઈને એરોપ્લેન વેચતા હોવ કે વિચારથી લઈને સપનાં --- આ પુસ્ર્તક તમારે માટે જ છે.
Read more