Narendra Modi
Description
સાક્ષીભાવ ..
સંવેદનશીલ કર્મયોગી નરેન્દ્ર મોદીની ડાયરી રૂપે લખાયેલી આ પ્રાર્થનાઓ છે। 1986ના અંતમાં આ મનવહીનો પ્રારંભ થયો છે .અહીં મનોજગતના સંઘર્ષની કથા
...
,વ્યથા ,અને ચિંતન છે। સ્વ સાથેનો સંવાદ ,વિસંવાદ ,મંથન ,મથામણ અને સવાલ -જવાબ છે .મોટી વાત તો એ છે કે આમાં કોઈ દીનહીન ભાવ નથી ,કોઈ માંગણી નથી પણ લાગણીનું અગાધ ઊંડાણ છે .માણસ જયારે કોઇપણ પ્રકારની મુશ્કેલીમાં હોય ત્યારે બધું જ જગતમાતાના ચરણમાં મૂકી દેવું અને નિરાધાર થયા વિના માતાની કૃપામાં પૂર્ણ શ્રદ્ધા રાખીને આવી પડેલી અવસ્થાને ઓળંગી જવી .
આમ આ જે કઈ ભીતરનો સંવાદ છે તે કોઈ નિરાકારને સંબોધીને નહી પણ દ્રષ્ટિ સમક્ષ દર્શન આપતી જગદંબાને સંબોધીને કહેવાયેલી હ્રદયછૂટી વાત છે ...
Read more