Dr. I. K. Vijaliwala
Description
હવા, આકાશ, સૂર્યપ્રકાશ આ બધું કુદરત આપણને વિના મૂલ્યે આપે છે. અઢળક પ્રમાણમાં આપે છે. બદલામાં કોઈ બિલ આવતું નથી. એટલે જ આપણે એનો આભાર માનવાનું ભૂલી જઈએ
...
છીએ. આપણે ભૂલવું ન જોઈએ કે આ બધી ચીજોના બદલામાં કુદરત હંમેશાં એક ચીજની આપણી પાસેથી અપેક્ષા રાખે છે. અને એ છે કુદરતને નુકસાન ન પહોંચે એવું આપણું વર્તન! પરંતુ માણસને જ્યાં સુધી ડંડો વાગતો નથી ત્યાં સુધી એ સીધો ચાલતો નથી. કોરોનાકાળ વખતે અને કોરોનામાં ફરી વળેલાં કાળ વખતે આપણને ઓક્સિજનનું મૂલ્ય સમજાઈ ગયું હતું. તેમ છતાં આજે પણ આપણે પ્રદૂષણ ફેલાવવાનું ઓછું તો કર્યું જ નથી. ધારોકે ક્યારેક કુદરતને આપણા પર ગુસ્સો આવે અને અચાનક એનામાં એવાં ફેરફારો શરૂ થઈ જાય કે આપણને એક શ્વાસ લેવાના પણ ફાંફાં પડી જાય તો? એ વખતે શું થાય? માનવીની શી હાલત થાય? મોત દરેકના ઘરના દરવાજે દસ્તક દેતું ઊભું રહી જાય તો લાચાર મનુષ્ય શું કરે? બસ , આવી જ કાંઈક વાત અહીં નવલકથાના રૂપમાં રજૂ કરી છે.
Read more