Osho
Description
ગીતાદર્શન : કર્મયોગ શ્રીમદ્દ ભગવદ્દ ગીતા -ત્રીજો અધ્યાય ઓશો અર્જુને કહ્યું કે, હે જનાર્દન જો કર્મો કરતા જ્ઞાન તમારા માટે શ્રેષ્ઠ છે, તો પછી મને આ ભયંક
...
ર કર્મ કરવામાં શા માટે પ્રયોજો છો ? ગીતાની જ્ઞાનગંગામાં સ્નાન કરવાનું સદ્ ભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. ગીતાની જ્ઞાનગંગાનું સ્થાન સૌને માટે ખુલ્લું છે. તેનો લાભ લઈ લો તો બીજા કોઈયે સ્નાનની જરૂર નહિ રહે. ગીતાના ઉત્તમોત્તમ તીર્થની યાત્રા કરો એટલે તીર્થયાત્રાનું બધું જ ફળ મળી જશે ને ગીતાના શ્રવણ, મનન ને આચરણનો યજ્ઞ કરો એટલે બીજા બધા જ યજ્ઞોનો આનંદ સાંપડી જશે. ગીતા ભગવાનની વાણી છે; ભગવાનના હૃદયની સિતાર પરથી છૂટેલી સુરાવલી છે. તેનો મહિમા મંત્રથીયે વિશેષ છે. તેનો સ્વાદ લેવાથી સુખશાંતિનો અનુભવ થાય છે, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, ને તરી જવાય છે. ગીતામાં એટલી બધી શક્તિ ક્યાંથી આવી ? તેના ઉત્તર માટે ભગવાન શ્રીકૃષ્ણ ને વ્યાસના જીવન પર નજર ફેરવવી જોઈએ. ભગવાનની તો વાત જ કરવાની નથી પણ તેમની વાણીને શબ્દોની માળામાં ગુંથનાર મહર્ષિ વ્યાસ ભગવાનના પરમ કૃપાપાત્ર મહાન તપસ્વી હતા. ગીતાની ભાષા જીવનના મહાન યોગી ને તપસ્વીની ભાષા છે. તેથી તે આટલી બધી પ્રેરણાત્મક ને તારક બની શકી છે. કેવળ વિદ્વતા કે બૌધિક પ્રતિભાથી સંપન્ન થયેલો માણસ આવી અલૌકિક વાણીને ભાગ્યે જ લખી કે રજૂ કરી શકે.
Read more