Sairam Dave
Description
“કેટલાંક લોકો પાણી ગાળીને પીતા હોય છે, લોહી Direct પીતા હોય છે.” * “પરસેવાનો રૂપિયા પર-સેવામાં લાગે ત્યારે જ જીવન ધન્ય બને.” * “રાજકારણના તમામ પક્ષના
...
લોકોનું બ્લડગ્રુપ એક જ હોય છે.” * “જખમ અને જોખમનો સરવાળો એટલે જિંદગી.” પ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કહે છેઃ સાચા હાસ્યનો રણકો ક્યારેય બોદો નથી હોતો, કારણ કે એમાં નહીં દેખાતા આંસુની ભીનાશ હોય છે. માણસના જીવનમાં આજે માનસિક તાણ અને ડિપ્રેશન, જાણે-અજાણે પ્રવેશી ગયાં છે. માણસ બે ઘડી હળવો થઈને જીવી પણ નથી શકતો. ઘણીવાર ખબર નથી પડતી કે માણસ જીવવા માટે આટલો દોડે છે કે દોડવા માટે જીવે છે? એવા આજના સમયમાં આ પુસ્તક તમને જીવનમાં હાશ અને હળવાશનો સ્વર્ગીય અનુભવ કરાવશે! સદીના શ્રેષ્ઠ એવા હાસ્ય કલાકારની કલમનો જાદુ એવો છે કે તમને એમ જ લાગશે કે એ તમારી સામે બેસીને જ તમને ખડખડાટ હસાવી રહ્યાં છે. મિત્રો, હાસ્યને હળવાશથી ન લો… ગંભીરતાથી લઈને જીવનની સમસ્યાઓને હસી નાંખો…
Read more