Chandrakant Bakshi
Description
આજની ભારે તણાવભરી સામાજિક વ્યવસ્થામાં સમજુ અને સંવેદનશીલ માણસ અટવાઈ પડ્યો છે. માંડમાંડ મળતી ફુરસદની ઘડીઓને હળવાશથી માણી માનસિક સંતોષ મેળવવાનું એને માટ
...
ે રોજેરોજ વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. આ પરિસ્થિતિના બીજા અનેક ઉકેલ હોઈ શકે, પણ એક શ્રદ્ધેય ઉકેલ છે આ શ્રેણી – `સમયનો સદુપયોગ શ્રેણી.' મનવાંછિત મોકળાશને મનભર રીતે માણવા ઇચ્છતા માણસના હાથમાં ઉત્તમ છતાં સરળ, શ્રેષ્ઠ છતાં કિફાયતી એવું સ-રસ સાહિત્ય સંકલિત કરીને મૂકવાનો આ શ્રેણીનો ઉદ્દેશ છે. એક ભદ્ર વ્યક્તિ પોતાના `અંગત' સમયનો `સદુપયોગ' કરી શાતા, સધિયારો અને મનોરંજન મેળવી શકે એવા અભિગમથી આયોજિત આ શ્રેણીમાં ગુજરાતી ભાષાના સમર્થ સર્જકોની નીવડેલી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે એ નોંધવું ઘટે કે આ શ્રેણીમાં સ્થાન પામેલ સર્વશ્રેષ્ઠ સર્જકોને એમની આ અને આવી જ અન્ય કૃતિઓએ ચિરંજીવ કીર્તિ બક્ષી છે. આ શ્રેણીના વાચન પછી, સુજ્ઞ વાચક જો પોતાના પ્રિય સર્જકની તમામ કૃતિઓનું રસપાન કરવા પ્રેરાશે તો આ શ્રેણીનો હેતુ વધુ સંગીન રીતે સિદ્ધ થશે.
Read more