Ramanlal V. Desai
Description
વડલા શા વિશાળ કુટુંબની જવાબદારી વહેતાં, વડોદરા જેવા મહત્ત્વપૂર્ણ ને પ્રગતિશીલ રાજ્યમાં ઉચ્ચ કક્ષાની વહીવટી કામગીરી દક્ષતાથી બજાવતાં, સંગીત-વ્યાયામ-રમત
...
ગમત-પુરાતત્ત્વ-સામાજિક સેવાકાર્ય એવા અનેકવિધ શોખ સાથે લેખનને પૂરક-પોષક એવી સંશોધનપ્રવૃત્તિમાં સતત રમમાણ રહેતાં રહેતાં માતબર અને મબલખ સાહિત્યનાં સર્જન દ્વારા ગુજરાતને અડધી સદી સુધી આ સિદ્ધહસ્ત સર્જકે પોતાની સાથે રાખ્યું હતું. રમણલાલ વ. દેસાઈનાં સાહિત્યસર્જન પાછળ ગુજરાત ઘેલું હતું. એમની નવી નવલ ક્યારે બહાર પડે છે તે જોવા-જાણવા ગુજરાતનો વિશાળ વાચકવર્ગ ઉત્કંઠિત રહેતો. એમનાં પાત્રો પરથી સંતાનોનાં નામ પડાતાં! ત્યારે સંસ્કારિતાનો એક માપદંડ `ર. વ. દે.નું સાહિત્ય વાંચ્યું છે કે નહિ’ તે હતો. કેટકેટલા નવોદિત અને પછીથી પ્રતિષ્ઠિત લેખકોનો પ્રેરણાસ્રોત હતા ર. વ. દે.. એક આખા યુગને એમણે પોતાના સર્જનમાં સમેટ્યો અને બીજા યુગોનાં ચિત્રણ-અર્થઘટનમાંયે એને વિવિધ સંદર્ભે સાંકળી લીધો છે. આ યુગમૂર્તિ વાર્તાકાર આજેય હોંશથી વંચાય છે. એમના વિપુલ સર્જનના અમર વારસાને ફરી એકવાર કલાત્મક કાયાકલ્પ કરી, પુનઃપ્રકાશિત કરતાં ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ.
Read more
Genres
Literary Fiction
Tags
Fiction
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R R Sheth & Co Pvt Ltd
Month-Year
Apr, 2022
ISBN
ISBN-13: 9789392613456
ISBN-10: 9392613458
Language
Gujarati
No. of Pages
304
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?